તું રંગાઇ જાને રંગમાં, તું રંગાઇ જાને રંગમાં
સીતારામના રંગમાં, રાધેશ્યામ તણા તું રંગમાં
તું રંગાઇ જાને રંગમાં…
આજે ભજશું, કાલે ભજશું, સીતારામ,
ક્યારે ભજશું રાધેશ્યામ…
શ્વાસ તૂટશે, નાડી તૂટશે,
પ્રાણ નહીં રહે તારા અંગમાં.
તું રંગાઇ જાને રંગમાં..
જીવ જાણતો જાજુ જીવશું
મારું છે આ તમામ
પહેલા અમર કરી લઉં નામ
તેડુ આવશે જમનું જાણજે, જાવું પડશે સંગમાં
તું રંગાઇ જાને રંગમાં…
સૌ જીવ કહેતા પછી ભજીશું
પહેલા મેળવી લોને દામ કહેવાના કરીલો ઠામ
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં
સૌ જન કહેતા વ્યંગમાં
તું રંગાઇ જાને રંગમાં…
ઘડપણ આવશે ત્યારે ભજીશું
પહેલા ઘરના કામ તમામ, પછી ફરશું તીરથધામ
આતમ એક દીન ઉડી જાશે
તારુ શરીર રહેશે પલંગમાં
તું રંગાઇ જાને રંગમાં…
બત્રીસ ભાતના ભોજન જમતા
ભેળી કરીને ભાત
તેમાં ક્યાંથી સાંભરે રામ.
દાનપૂણ્યથી દૂર રહ્યો તુ,
ફોગટ ફરે છે ઘમંડમાં
તું રંગાઇ જાને રંગમાં..