હાં રે તમે મથી મથી ફે૨વી માળા રે, તેના ઘસાઇ ગયા છે પારા રે
તને ક્યાંથી મળે રામ રખવાળો
હાં રે તેતો અમરો ને ડમરો રોપ્યા
હાં રે નથી રોપ્યા તુલસીના ક્યારા રે…
તને ક્યાંથી..
હાં રે તેતો છાપાને પુસ્તકો વાંચ્યા
હાં રે નથી કર્યા ગીતાજીના પાઠો રે…
તને ક્યાંથી..
હાં રે તે તો બેન બનેવી ને દુભ્યા
હાં રે મેં તો ભાણેજ ભૂખ્યા કાચા રે…
તને ક્યાંથી..
હાં રે તે તો સાધુને સંતો નથી તેડચા
હાં રે નથી આપ્યા ચપટી દાન રે…
તને ક્યાંથી..
હાં રે તે તો નથી કર્યા મંદિર મહાદેવ
હાં રે તે તો નથી કર્યા ગંગાજીના સ્નાન રે..
તને ક્યાંથી..
હાં રે તે તો હવાડે ગાયો ઉતારી
હાં રે .તેંતો વાછરડાના પાડ્યા વિયોગ…
તને ક્યાંથી..
હાં રે તે તો ગરીબોના ગળા કાપ્યા
હાં રે તેં તો નથી કર્યા પુન્ય ને દાન
તને ક્યાંથી..