તમે રે તિલક રાજા રામના

પરંપરાગત
ભજન
18
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે; તમારી મશે ના અમે સોહિયાં- કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યાં? કહો ને સાજણ દખ કેવાં સહ્યાં! તમે રે ઊંચેરા ઘરના ટોડલા! અમે લજવાતી પાછલી રવેશ રે; તમારી મશે ના અમે સોહિયાં- કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યાં? કહો ને સાજણ દખ કેવાં સહ્યાં? તમે રે અખશર થઈને ઊકલ્યા! અમે પડતલ મૂંઝારા ઝીણી છીપના; તમારી મશે ના અમે સોહિયાં- કહો ને કહો ને દખ કેવાં પડ્યાં?
પરંપરાગત