શ્રાવણે શિવ શોભતાને દેવળ દીવા થાય,
આરતી નગારા ધણધણેને ઘંટના નાદ સંભળાય.
શંભુના સ્મરણ કરીએ રે, ભાવે ભવસાગર તરીએ રે,
દીન ઉગે ને દર્શન કરીએ શિવશંકર મહાદેવ
અંતરવાસે પાઘડી નાખી પાય લાગે મોટા ભ્રૂણ-શભુ
સોમવારે શિવ શોભંતાને, સેવક સાબદા થાય
આરતી નગારા ધણધણેને, ફૂલની ફોરમ થાય-શભુ
શિવજી આગળ પોઠિયોને કંઠે ઘુઘટ માળ,
પાર્વતીજી પુત્ર ઝુલાવે, ગણપતિ નાનેરું બાળ-શભ૦
સોમવારે ચાર રુદ્રાક્ષ કરીએ ને, પાંચ કરીએ પકવાન,
અલેક કરીને અતીત જમાડી, ભોળા બીલેશ્વરનાથ-શભુ
પૃથ્વી તમને પૂજવા આવેને જગત જોડે હાથ,