સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
મેલો તલવારું ને તિર
ભજીલ્યો રણુંજાના રામાપીર
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
જાડેજા વનવગાડના મોર નવ મારજો રે
એના બચલાં દેશે શ્રાપ લાગશે મોર હત્યાના પાપ
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
સતી તોરલ રે સમજાવે જાડેજાને સાનમાં રે
જેસલ ગોંદરાની ગાય નવ મારજો રે
એનો મલિક દેશે શ્રાપ લાગશે ગૌ હત્યાના પાપ
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
સતી તોરલ રે સમજાવે જાડેજાને સાનમાં રે
મેલો તલવારું ને તિર
ભજીલ્યો રણુંજાના રામાપીર
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
તમે બેન ને ભાણેજને નવ દુભાવજો
એની આંખે આંસુ ધાર લાગશે ભાણેજણાની હાય
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
સતી તોરલ રે સમજાવે જાડેજાને સાનમાં રે
મેલો તલવારું ને તિર
ભજીલ્યો રણુંજાના રામાપીર
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
તમે વનવગડાના હરણાંને નવ મારજો
એના બચલાં દેશે શ્રાપ તમે ભોગવશો દિનરાત
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
મેલો તલવારું ને તિર
સતી તોરલ રે સમજાવે જાડેજાને સાનમાં રે
જાડેજા કુંવારી જાનુંને નવ લૂંટસો રે
લાગશે મોડબંધાના પાપ કુંવારી કન્યા દેશે શ્રાપ
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
જાડેજા ગાઢપણ આવ્યા રે હવે ઢૂકડા
તારી કાયા રે કથળશે ભુજબળ ભાંગશે
હૈયું રેશે નહિ હાથ તોરલ કરે છે પુકાર
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
મેલો તલવારું ને તિર
ભજીલ્યો રણુંજાના રામાપીર
સતી તોરલ રે સમજાવે જાડેજાને સાનમાં રે