સાળંગપુર વાળા હનુમાન દાદા
સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા
સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા
હે હનુમાન ભીડભજનં મારા ભવ ભય દુઃખ હરનારા
સાળંગપુર વાળા હનુમાન દાદા
ભૂત પ્રેત ભૂતાવળ ભાગે ડાકીણી સાકીણી ભઈ ભાગે
ભૂત પ્રેત ભૂતાવળ ભાગે ડાકીણી સાકીણી ભઈ ભાગે
તવ હક પડે જ્યારે દાદા સંકટ સૈના વિરામ પામે
સંકટ સૈના વિરામ પામે
તમે પરચા આપ્યા અનંત જનને
તમે પરચા આપ્યા અનંત જનને
કષ્ટતણા હણનારા
સાળંગપુર વાળા હનુમાન દાદા
ગોપાળા નંદના પ્યારા કષ્ટભંજન નામ ધરાવ્યા
ગોપાળા નંદના પ્યારા કષ્ટભંજન નામ ધરાવ્યા
અતિ ક્રોધ પ્રતાપ જણાવ્યા ડંકા દેશ વિદેશ વગાડ્યા
ડંકા દેશ વિદેશ વગાડ્યા
તમે સાળંગપુરમા પ્રકટ બિરાજો
તમે સાળંગપુરમા પ્રકટ બિરાજો
દુઃખ હર સુખ દેનારા
સાળંગપુર વાળા હનુમાન દાદા
તમે સાળંગપુર બિરાજી સુખ આપ્યા અનંત અવિકારી
તમે સાળંગપુર બિરાજી સુખ આપ્યા અનંત અવિકારી
સૌ ભક્તોના સુખરાશી હનુમંત અવિચળ છો અવિનાશી
હનુમંત અવિચળ છો અવિનાશી
ભક્તના દિલમા અખંડ બિરાજો
ભક્તના દિલમા અખંડ બિરાજો
ભક્ત તણા રખવાળા