કેસ મારો ચાલે રે રામજીની કચેરીમાં
ઉપરવાળો પૂછશે રે રામજીની કચેરીમાં
આરોપીમાં મને લીધી
સુખદુ:ખમાં એ સોંપી દીધી
જેલ જગતની દીધી રે રામજીની કચેરીમાં… કેસ…
આકરી તો સજા દીધી
માયામાં હડસેલી દીધી
ન્યાય નિતીને છોડ્યા રે રામજીની કચેરીમાં… કેસ…
ધર્મધ્યાન કોઇ દી’ ના કીધાં
ગરીબોનાં ગળાં ચૂસ્યા
જવાબ દેવો પડશે રે રામજીની કચેરીમાં… કેસ…
સગાંને સહુ સાચવી લીઘાં
ભક્તિ માર્ગે તાળા દીધાં
જરુર પડશે રે રામજીની કચેરીમાં… કેસ…
મારા જેને માની લીધા
અંતરથી એને અળગા કીધા
રોતા વિદાય દેશે રે રામજીની કચેરીમાં… કેસ…