(રાગ : માર દીયા જાય કે છોડ દીયા જાય)
રામ તમે આવો, ઘનશ્યામ તમે આવો
અરજી સુણીને રાધેશ્યામ તમે આવો
મનના મંદિરમાં સાથિયા પૂર્યાં છે
આસો પાલવ ના તોરણ બાંધ્યા છે
આવો આવો હરી, મને ભીડ પડી ભગવાન રે…રામ
તમે ભકતોના બાપા કહેવાઓ તમને બોલાવુ શાને ન આવો
મારૂ કોઈ નથી, જોયુ મથી મથી ભગવાન રે…રામ નૈયા ભકતો ની પાર ઉતારજો તમને સોંપી છે એવી સંભાળજો
વાટ જોઈ રહ્યો, હું તો રોઈ રહ્યો ભગવાન રે…રામ