રામ, સૃષ્ટિનો સર્જનહાર

પરંપરાગત
ભજનરામ
18
રામ, સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લ્યો એણે કીધો મનુષ્ય અવતાર, એને તમે ઓળખી લ્યો જુઓ પાણી પરપોટાનું પૂતળું કર્યું, એમાં જળ કેરા બિંદુનું જાદુ ભર્યું. માના ઉદરમાં બેસી ઘડનારા એને તમે ઓળખી લ્યો. જુઓ મોર પીંછમાં રંગ કોણે પૂર્યા, એવા કીડીનાં આંતરડાં કોણે ઘડ્યાં એ તો ઝીણી કળાનો ઘડનાર, એને તમે ઓળખી લ્યો સમંદર છલકાય, નીર ક્યાંથી આવ્યા એવા વળતાં પાણીડાં, ક્યારે સૂકાયા એની લીલા છે અપરંપાર, એને તમે ઓળખી લ્યો જુઓ આકાશે વાદળા કેવાં છવાયાં, એમાં અમૃત જેવા નીર કોણે ભર્યા જેના હુકમથી વૃષ્ટિ થનાર, એને તમે ઓળખી લ્યો જુઓ નાળિયેરના ઝાડ ઘણા ઊંચા કર્યા, એના ફળમાં ત્રણ ત્રણ પડદા કર્યા. એમાં પાણીનો ભરનાર, તમે ઓળખી લ્યો. જુઓ જન્મ્યા પહેલાં પોષણ સાધન કર્યા, હાડમાંસ રુધિર વચ્ચે દુધ ભર્યા એને ચિંતા છે અપરંપાર એને તમે ઓળખી લ્યો. મારું મનડું તો મળવાને જ્યાં ત્યાં ફરે, રામભક્ત જોઇને એનું હૈયું ઠરે વા’લો ભક્તોના હૈયાનો હાર, એને તમને ઓળખી લ્યો રામ, સૃષ્ટિનો સરજનહાર એને તમે ઓળખી લ્યો.
પરંપરાગત