ટુંકું ટચકડું નામ, રામ રામ રામ રામ બોલો
રામ રામ બોલો ; સીતારામ બોલો
હૈયામાં રહી જશે હામ, રામ રામ રામ બોલો. ટૂંકું…
નાનું નાજુકડું નામ રામ રામ રામ બોલો
અંતરમાં થાશે આરામ, રામ રામ રામ બોલો. ટૂંકું…
નામ છે નાનું, એનો મહિમા છે મોટો
વેદો હાર્યા છે તમામ, રામ રામ રામ બોલો. ટૂંકું…
ચોર ન લૂટે એને, રાજા નવ દંડે
ગુપ્ત સંચિત એ નામ, રામ રામ રામ બોલો. ટૂંકું…
જેમ ખરચે તેમ, થાયે સવાયું
અંતે આપે મોક્ષનું ધામ, રામ રામ રામ બોલો. ટૂંકું…
દામ નવ બેસે, ને હાડ નવ ભાંગે
એવું પ્રભુજીનું નામ, રામ રામ રામ બોલો. ટૂંકું…
રામભક્ત ગાયે સદગુરુના પ્રતાપે
જપું છું હરદમ રામ રામ રામ બોલો ટૂંકું…