રાજા રણછોડ તારી મૂરતી રે કેમ ભૂલી જવાય (૨)
છેલ છબીલા તારી મૂરતી રે કેમ ભૂલી જવાય
ભૂલી જવાય ના વિસારી શકાય ના
નીરખી છબી મારા નાથની રે કેમ ભૂલી જવાય (૨)
દ્વારીકાથી પ્રભુ ડાકોર આવ્યા
ભક્ત બોડાણાજી તમને લાવ્યા
ધન્ય ઘડી ગુજરાતની રે કેમ ભૂલી જવાય (૨)
પીળા પીતામ્બર જરકસી જામા
મુખપર મોરલી લાગે રુપાળા
પાઘડીમાં ખોસેલું ફુમતું રે કેમ ભૂલી જવાય (૨)
પગમાં ઘુઘરા રુમઝુમ વાગે
વૈજન્તીમાલા રુપાળી રે લાગે
કેડે કંદોરાનું ઝુમખું રે કેમ ભૂલી જવાય (૨)
સખીયોના હૈયા જોઇ જોઇ નાચતું
ભક્તો તમારે મંદિરીએ
આવતા
તારું દહેરું ગગનમાં ગાજતું રે… કેમ ભૂલી જવાય (૨)
રાજા રણછોડ તારી મૂરતી રે કેમ ભૂલી જવાય.