પરદેશી કડિયો સાચો મુસાફિર (૨)
હાં રે એણે બંગલો બનાવ્યો બહુ કાચો.
વિચાર કરી લેજો, તપાસ કરી લેજો,
…કે બંગલો કેવો બનાવ્યો ?
પાણી ઉપર પાયો નાખ્યો મુસાફિર (૨)
હાં રે એને હાલતો ને ચાલતો કીધો.
વિચાર કરી લેજો, તપાસ કરી લેજો,
…કે બંગલો કેવો બનાવ્યો ?
બંગલાની રચના સારી મુસાફિર (૨)
હાં રે એને ફરતી મુકાવી દસ બારી.
વિચાર કરી લેજો, તપાસ કરી લેજો,
…કે બંગલો કેવો બનાવ્યો ?
જોજે અલ્યા બોલતો આડું મુસાફિર (૨)
હાં રે એ તો લેશે એ બંગાલાનું ભાડું
વિચાર કરી લેજે, તપાસ કરી લેજે.
…કે બંગલો કેવો બનાવ્યો ?
દાસનો દાસ એમ કહે છે મુસાફિર (ર)
હાં રે એને ઘડનારો રૂદિયામાં રહે છે.
વિચાર કરી લેજે, તપાસ કરી લેજે,
…કે બંગલો કેવો બનાવ્યો ?