ઓરે શ્રીનાથજી શું કરો વિચાર
તારી યાદીમાં મારૂં લખી લેજો નામ
ભુલ્યાને ભટકયાને ઠારવાનું ઠામ, તારી…ઓરે
જપ તીર્થ યાત્રા કાંઈ નથી કરતો
સેવા કરવાનો મને સમય નથી મળતો
ઝટપટ દોડુંને તારી ઝાંખી થઈ જાય, તારી…ઓરે
કાંઈ નથી કરતોને આશા મોટી ધરતો
હરતાં ને ફરતા તારૂં નામ સ્મરણ કરતો
સંકટમાં શ્રીજી મને દેજો તારો સાથ. તારી…ઓરે
ઓરે શ્રીનાથજી દયા દિલમાં લાવજો
એકવાર મારો મને કહીને બોલાવજો
એમાં શું થવાનું તમને નુકશાન, તારી…ઓરે
ઓરે શ્રીનાથજી ઝાઝી નથી માંગણી,
સંકટ વિકટને કર્મની કહાની
વલ્લભના નાથ મારો ઝાલી લેજો હાથ, તારી…ઓરે