ઓ વિધિ તારા લેખ લખ્યા નવ જાય

પરંપરાગત
ભજનભક્તિરામ
18
(રાગ : ધોવા દ્યો રઘુરાય) લેખ લખ્યા નવ જાય. ઓ વિધિ તારા લેખ લખ્યા નવ જાય રામ-લક્ષ્મણ ને જાનકીજી ચૌદ વરસ વન કેમ જાય ? ઓ વિધિ.. રામ સરીખા સ્વામી છે જેના સીતાનું હરણ કેમ થાય ? ઓ વિધિ.. પાંચ પાંડવો સાથે કુંતા માતાજી, બાર વરસ વન કેમ જાય ? ઓ વિધિ.. શામળિયાની સહાય છે જેને એવી દ્રૌપદીનાં ચીર કેમ ખેંચાય ? ઓ વિધિ.. મયૂરધ્વજ રાજા ભગત તમારો, કરવતે કેમ વે’રાય ? શેઠ સગાળશા ને ચંગાવતી રાણી, દાસ તમારા ગણાય. ઓ વિધિ.. કા’ન કુંવર જેવો ચેલૈયો જેને, ખાંડણીએ કેમ ખંડાય ? ઓ વિધિ.. હરિશ્ચંદ્ર રાજાને તારામતી રાણી, ભર બજારે કેમ વેચાય ? ઓ વિધિ.. ચૌદ ભુવનનો નાથ ભોળો કહેવાયો, છતાં ભીલડીએ કેમ ભરમાયો ? સખીઓ તારી પ્રેમથી પોકારે, ભજ્યે ભવ તરી જવાય. ઓ વિધિ..
પરંપરાગત