કે મોરલી મોહનની વાગી રે
કે ગોપીયુ ઝબકીને જાગી રે
રાસ રમવા રે જાય દોડી દોડી …મોરલી મોહનની
વાલો મારો વનરાવન ગાયો
ચારે ઊભા ઊભા મોરલી રે વગાડે
કે ગોપીઓને ઘેલું એ લગાડે રે …મોરલી મોહનની
નાદ ઘેલી ગોપીયું દોડી આવે
વહાલાને મોતીડે રે વધાવે રે
કે વહાલો મારો રાસ રમાડે રે એને…મોરલી મોહનની વાગી
રાસ રમવા બ્રહ્મા બ્રહ્માણી આવ્યા
સાથે રુડા ઇન્દ્ર ઇન્દ્રાણી લાવ્યા
કે જોયા વિના શંકર બહુ પસ્તાણા…મોરલી મોહનની વાગી
કે ભોળાનાથ ઉમાજીને વિનવે.
રાસ રમવા લઇ જાવ અમને સંગે
કે ગોપીયું તમે બતાવો મને અંગે…મોરલી મોહનની વાગી
પ્રભુતમારો વેષ દીસે વૈરાગી
ગોપી સાથે કાનો રમે અનુરાગી
કે તમને જોઇ પ્રભુ જાય ભાગી…મોરલી મોહનની વાગી
કે સતી તમે કંઇક ઉતારો તોડ.
અમને લઇ જાવ તમારી જોડ.
કે અમને રાસ રમવાના ઘણા કોડ…મોરલી મોહનની વાગી
પ્રભુતમે વાઘા સર્પના ઉતારો
શીર પર રેશની સાડી ધારો
કે ઘુમટો તાણો તમે રુપાળો…મોરલી મોહનની વાગી
કે નાગના આભુષણ અળગા ન જાય
શીર પર સાડી સરી સરી જાય
કે વહાલો મારો ચાલતા અટવાઇ જાય…મોરલી મોહનની વાગી
સતી સંગે પ્રભુ આવ્યા રાસ મધ્યે
કાનુડો આજ રાસ ૨મે છે ઉમંગે
કે ભોળા નાથ રમે છે જુદા રંગે…મોરલી મોહનની વાગી
કાનુડો કૌતુક ગયો છે જાણી
રાધાને એહો પાસ બોલ્યા પ્રેમ આણી
કે રાધે આજ ગોપીયું કોણ છે અજાણી..મોરલી મોહનની વાગી
કે હે પ્રભુજી નવી દાસી નો આણી
રાસ રમવાને લાગે છે અજાણી
કે છાની માની કાર્યોથી તમે એને આણી..મોરલી મોહનની વાગી.
રાધાના મનની વાત ગયા જાણી
મનમાં હસ્યા છે સારંગ પાણી
કે રાધે તું તો અમથી મનમાં મુંજાણી..મોરલી મોહનની વાગી.
રાધે એતો છે રે જગતના તાત
રાસ રમવા આવ્યા છે ઉમિયામાય
કે ગોપી આજ બન્યા છે ભોળાનાથ..મોરલી મોહનની વાગી
કાનુડે મોરલી પોતાની કાઢી
મધુર સુર છેડ્યો છે અનુરાગી
સાંભળતા શીવને સમાધિ લાગી..મોરલી મોહનની વાગી
વિશ્વેશ્વર દોડી પ્રભુની પાસે આવ્યા
હરિએ હરને ગળે લગાવ્યા
કે ગોપી આજ રાસ રમવાને ભોળા આવ્યા..મોરલી મોહનની વાગી
હરિએ હરનું સ્થાપન ત્યાં કીધું
રુડું ગોપીનાથ નામ એવું કીધું
જગતમાં નામ અમર એને કીધું..મોરલી મોહનની વાગી…
ગોપીનાથ સ્થાપના જે કોઇ ગાય
એના પાપ સર્વે બળી જાય
કે એને રાસ લીલા ના દર્શન થાય..મોરલી મોહનની વાગી…