મીઠી મારી આંખડીના તારા, હો રામ
મીઠી મારી આંખડીના તારા, હો રામ પ્રાણ થકી પ્યારા
પ્રાણ થકી પ્યારા પ્રભુ પ્રાણ થકી પ્યારા…
મીઠી મારી…
દશરથ રાજાના ઘેર અવતાર લીધો
પિતાજીના વાક્ય પાળનારા, હો રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી…
ગંગા ઉતરવાને કેવટ પાસે
નદી કાંઠે નાવ માંગનારા, હો રામ પ્રાણ થકી પ્યારા…
મીઠી મારી…
છળવાને આવેલી સૂર્ણપણખા ના
નાક અને કાન કાપનારા, હો રામ પ્રાણ થકી પ્યારા…
મીઠી મારી…
રાજા રાવણને રણમાંહી રોળ્યો
વિભીષણને રાજ્ય આપનારા, હો રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી…
ભક્તવત્સલ ભોળાનાથ ભગવાન તો
ભક્ત કેરાં કષ્ટ કાપનારાં, હો રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી…