માડી ! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો;
જગમાં એ જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
હો.. કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો… માડી ! તારું..
મંદિર સરજાયું ને ઘંટારવ જાગ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુમાં આંજ્યો.
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો.
હો… કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો… માડી ! તારું..
માવડીના રથના ઘૂઘરા ૨ બોલ્યા.
અજવાળી રાતે માએ અમરત ઢોળ્યાં,
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો.
હો… કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો… માડી ! તારું..
માવડીની કોટ્યમાં હીરા ને મોતી,
જનનીની આંખડીમાં પૂનમની જ્યોતિ,
છડી પોકારે માનો મોરલો ટહુક્યો
હો… કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો… માડી ! તારું..