લટકે હાલો રે નંદલાલજી
ગોરી તારા લટકાનાં નહીં મૂલ
હે ગોરી તારા લટકાનાં નહીં મૂલ,
કે લટકે હાલો જી…
ઊજળાં રંધાવું રુડા ચોખલા રે,
ગોરી ! તેની રંધાવુ ખીર,
કે લટકે હાલો જી…
પ્રથમ જમાડું પિયું પાતળો રે,
ગોરી ! સગી નણદીનો વીર,
કે લટકે હાલો જી…
દૂધડે વરસાવું રુડા મેહુલા રે,
ગોરી ! તારે આંગણીયે રેલમછેલ,
કે લટકે હાલો જી…
આંગણે વવરાવું લવિંગ એલચી રે,
ગોરી ! તારે ટોડલે નાગરવેલ,
કે લટકે હાલો જી…
લટકે હાલો જી નંદલાલજી !
ગોરી ! તારા લટકાનાં નહીં મૂલ…
કે લટકે હાલો જી…