કૃષ્ણ ! ચરણે પડી, માગું ઘડી રે ઘડી,
ભક્તિ આપો દયા કરી, દર્શન લાલ ! આપો.
તમે સૌ લોકના છો વાસી, ભક્તો માટે થયા વજ્રવાસી,
થાકી મથી રે મથી, માયા ટળતી નથી…
ભક્તિ
તમે રાસ તણા છો વિહારી, સખીઓના આનંદકારી;
હું પદ ટળતું નથી, તમે મળતાં નથી…
ભક્તિ
તમે ગિરિ-ગોવર્ધનધારી, દાસીઓના ભય-હારી;
સંસારભ્રમણા ભાંગો, દુર્ગણ મારા કાપો…
ભક્તિ
તમે અસુરોના સંહારી, ગોપી-હૃદયના વિહારી;
અંતરવૃત્તિ આપો, દિવ્ય દૃષ્ટિ આપો…
ભક્તિ
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટને કૃષ્ણમય દેખું;
મારા મનમાં વસો, આવી હૈયે હસો…
શાંતિ આપો… ભક્તિ