કોણ છે કોનું

પરંપરાગત
ભજનભક્તિ
18
દિલમાં વિચારી જો જો રે… કોણ છે કોનું અંતરમાં ઉતારી લેજો રે… કોણ છે કોનું કોના પિતા, કોની માતા કોના સુત ને કોના ભ્રાતા સૌએ સ્વાર્થના સગા રે.. કોણ છે કોનું મા બાપ કહે બેટો મારો આકાશના તારા જેવો ખરેખર એ ખરનારો… કોણ છે કોનું પત્ની કહે . મને વરીયોએ એતો પ્રેમ દરિયો દરિયો તો ખારો ભરીયો રે… કોણ છે કોનું વીરો કહે છે મારી બેની ગુલાબની રુડી વેલી વેલી કાંટા ભરેલી રે… કોણ છે. કોનું લોઢા જેવા મન મેલા માનું એને સગાં-વ્હાલાં અંતે બંને એતો ભાલા રે… કોણ છે કોનું હવે પ્રભુની લો માળા મૂકી દો ચેન ચાળા સાચા સગા બંસીવાળા રે… કોણ છે કોનું
પરંપરાગત