ભજન સરિતાભજન સરિતાગુજરાતી ભજન, આરતી અને ચાલીસાનો સુંદર સંગ્રહ
મુખ્યપૃષ્ઠપ્રકારદેવી દેવતાઓસંતોગાયકોવિશે
🔍ભજન, ગાયક, દેવી દેવતા કે પ્રકાર શોધો…

ભજન સરિતા

ગુજરાતી ભજન, આરતી અને ચાલીસાનો સુંદર સંગ્રહ. ગુજરાતી ભજન, આરતી, ચાલીસા, સ્તુતિ અને સંતવાણી માટે સરળ વાંચન અને શોધ.

  • મુખ્યપૃષ્ઠ
  • પ્રકાર
  • દેવી દેવતાઓ
  • સંતો
  • ગાયકો
  • શોધો

માહિતી

  • અમારા વિશે
  • સંપર્ક
  • ગોપનીયતા નીતિ
  • નિયમો
  • અસ્વીકરણ
સુધારો સૂચવો: કોઈ ભજનના શબ્દો, લેખક, ગાયક અથવા સ્ત્રોતમાં ભૂલ લાગે તો સંપર્ક પેજ દ્વારા જણાવો.
© 2026 ભજન સરિતા
મુખ્યપૃષ્ઠ›ઝેર તો પીધાં જાણી જાણી

ઝેર તો પીધાં જાણી જાણી

મીરાબાઈ
krishna
18
ઝેર તો પીધાં છે જાણી જાણી ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડના રાણા; ઝેર તો પીધા છે જાણી જાણી; નથી રે પીધાં અણજાણી રે, મેવાડના રાણા. ઝેર તો પીધા છે જાણી જાણી; કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે; કડવી લાગે છે કાગવાણી રે, મેવાડના રાણા; ઝેર તો પીધાં છે જાણી જાણી. ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે; તેનાં બનાવ્યાં દૂધ પાણી રે, મેવાડના રાણા; ઝેર તો પીધાં છે જાણી જાણી. સંતો છે માતા રાણા, સંતો છે પિતા રે; સંતોની સંગે હું લોભાણી રે, મેવાડના રાણા; ઝેર તો પીધાં છે જાણી જાણી. સાધુડાના સંગ મીરાં છોડી દો; તમને બનાવું રાજરાણી રે, મેવાડના રાણા; ઝેર તો પીધાં છે જાણી જાણી. સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથી રે; જનમોજનમની બંધાણી રે, મેવાડના રાણા; ઝેર તો પીધાં છે જાણી જાણી. મીરાં કહે પ્રભુ ગિરધર નાગર; તમને ભજીને હું વેચાણી રે, મેવાડના રાણા; ઝેર તો પીધાં છે જાણી જાણી.
મ
મીરાબાઈ

યુટ્યુબ ના ભજનો