ભજન સરિતાભજન સરિતાગુજરાતી ભજન, આરતી અને ચાલીસાનો સુંદર સંગ્રહ
મુખ્યપૃષ્ઠપ્રકારદેવી દેવતાઓસંતોગાયકોવિશે
🔍ભજન, ગાયક, દેવી દેવતા કે પ્રકાર શોધો…

ભજન સરિતા

ગુજરાતી ભજન, આરતી અને ચાલીસાનો સુંદર સંગ્રહ. ગુજરાતી ભજન, આરતી, ચાલીસા, સ્તુતિ અને સંતવાણી માટે સરળ વાંચન અને શોધ.

  • મુખ્યપૃષ્ઠ
  • પ્રકાર
  • દેવી દેવતાઓ
  • સંતો
  • ગાયકો
  • શોધો

માહિતી

  • અમારા વિશે
  • સંપર્ક
  • ગોપનીયતા નીતિ
  • નિયમો
  • અસ્વીકરણ
સુધારો સૂચવો: કોઈ ભજનના શબ્દો, લેખક, ગાયક અથવા સ્ત્રોતમાં ભૂલ લાગે તો સંપર્ક પેજ દ્વારા જણાવો.
© 2026 ભજન સરિતા
મુખ્યપૃષ્ઠ›જળકમળ છાંડી જા ને બાળા

જળકમળ છાંડી જા ને બાળા

નરસિંહ મહેતા
Krishna
18
જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે; જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે …. જળકમળ છાંડી જા ને બાળા કહે રે, બાળક ‍! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો? નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? …. જળકમળ છાંડી જા ને બાળા નથી નાગણ હું મારગ ભૂલ્યો, કે મારા વેરીએ વળાવિયો, મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો …. જળકમળ છાંડી જા ને બાળા રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો? …. જળકમળ છાંડી જા ને બાળા મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો …. જળકમળ છાંડી જા ને બાળા લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનું, આપું તુંજને ચોરિયો …. જળકમળ છાંડી જા ને બાળા શું કરું નાગણ હાર તારો? શું કરું તારો દોરિયો? શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ? …. જળકમળ છાંડી જા ને બાળા ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો, ઊઠો ને, બળવંત કોઇ બારણે બાળક આવિયો …. જળકમળ છાંડી જા ને બાળા બેઉ બળિયા બાથે વળગિયા, કૃષ્ણે કાળીનાગ નાથિયો, સહસ્ત્ર ફેણા ફૂંકવે જેમ ગગન ગાજે હાથિયો …. જળકમળ છાંડી જા ને બાળા નાગણ સહુ વિલાપ કરે છે નાગને બહુ દુ:ખ આપશે, મથુરાનગરીમાં લઇં જશે, પછે નાગનું શીશ કાપશે …. જળકમળ છાંડી જા ને બાળા બેઉ કર જોડીને વીનવે સ્વામી, મૂકો અમારા કંથને, અમો અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને …. જળકમળ છાંડી જા ને બાળા થાળ ભરી શગ મોતીડે શ્રી કૃષ્ણને રે વધાવિયા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવીયો …. જળકમળ છાંડી જા ને બાળા
ન
નરસિંહ મહેતા

યુટ્યુબ ના ભજનો