ભજન સરિતાભજન સરિતાગુજરાતી ભજન, આરતી અને ચાલીસાનો સુંદર સંગ્રહ
મુખ્યપૃષ્ઠપ્રકારદેવી દેવતાઓસંતોગાયકોવિશે
🔍ભજન, ગાયક, દેવી દેવતા કે પ્રકાર શોધો…

ભજન સરિતા

ગુજરાતી ભજન, આરતી અને ચાલીસાનો સુંદર સંગ્રહ. ગુજરાતી ભજન, આરતી, ચાલીસા, સ્તુતિ અને સંતવાણી માટે સરળ વાંચન અને શોધ.

  • મુખ્યપૃષ્ઠ
  • પ્રકાર
  • દેવી દેવતાઓ
  • સંતો
  • ગાયકો
  • શોધો

માહિતી

  • અમારા વિશે
  • સંપર્ક
  • ગોપનીયતા નીતિ
  • નિયમો
  • અસ્વીકરણ
સુધારો સૂચવો: કોઈ ભજનના શબ્દો, લેખક, ગાયક અથવા સ્ત્રોતમાં ભૂલ લાગે તો સંપર્ક પેજ દ્વારા જણાવો.
© 2026 ભજન સરિતા
મુખ્યપૃષ્ઠ›હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય

હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય

પરંપરાગત
શ્રી કૃષ્ણ
18
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું… પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મનની સાંકળ વાસી ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું, કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું… ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનુ અગમ-નીગમ નો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું હરતું ફરતું શરીરતો છે પિંજર એક પુરાણું, કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું…
પ
પરંપરાગત

યુટ્યુબ ના ભજનો