નમો ગણેશ દેવ નમો હનુમ્નતા બંને દેવોમાં કોણ બળવંતા
ગણપતિ કહે મારે ઉગમણા ઓરડા.
હનુમાન કહે મારે ઓટલાને જાળી.. બંને દેવો૦
ગણપતિ કહે મને સીંધુર ચડે છે
હનુમાન કહે મને તેલ ચઢે છે.. બંને દેવો૦
ગણપતિ કહે મારે ફુલજાની માળા.
હનુમાન કહે મારે આકડા ની માળા… બંને દેવો૦
ગણપતિ કહે મારે જનોઇ જોટા
હનુમાન કહે મારે ફૂલડા ગોટા.. બંને દેવો૦
ગણપતિ કહે મારે મોતઇયા લાડું
હનુમાન કહે મારે લેવઇયા લાડુ.. બંને દેવો૦
ગણપતિ કહે મારે શુદ્ધ બુદ્ધ નારી
હનુમાન કહે હું બાળબ્રહ્મચારી.. બંને દેવો૦
ગણપતિ કહે મેતો સૂર્ય રથ વાળ્યો
હનુમાન કહે મે તો લંકા ગઢ બાળ્યો.. બંને દેવો૦
કહે કાંઇ ન જાણુ. બંને દેવોમાં હું કોને વખાણું. બંને દેવો બંને બળવંતા