ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો રે,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો,
હે… વાટે જનારા કોઇએ જોયો હોય તો કહેજો
એના રે વિના મારી કાયા રે પાંગળી,
એને આંખ્યું છતાંયે મારી આંખ્યું છે આંધળી,
મારા તે સરવરિયાનો હંસલો રિસાયો,
હે.. સરવરમાં તરતાં કોઇએ ભાળ્યો હોય તો કહેજો
જનમ-જનમનો સાથી વસમી આ વાટમાં,
ને કઇ પેર ઢૂંઢું એને નોંધારી રાતમાં,
મારા તે વનમાં તે મનનો મોરલો ઝૂંટવાણો,
હે… આંબલે ટહુકતો કોઇએ ભાળ્યો હોય તો કહેજો
ભીતરનો ભેરુ મારો