ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે !
મનડું પ્રભુના ચરણમાં તું રાખજે !
સંકલ્પો સઘળા પ્રભુને તું સોંપજે !
નિર્ણયો જીવનમાં એના તું માનજે !
મનબુદ્ધિ જેનાં છે તેને તું આપજે …મનડું
સંસાર સાગર છે એકલે તરાય ના,
ઇશની સહાય વિના પાર ઉતરાય ના,
જીવનૈયાનું સુકાન એને સોંપજે…મનડું
ઇશ્વરના કામે આવેશ સદા રાખજો.
આસુરી વૃત્તિનો દ્વેષ દિલે ધારજે,
ભક્તિની મસ્તીમાં મસ્ત બની રાચજે …મનડું
બ્રહ્મર્ષિ થઇને તું ચિંતન પ્રગટાવજે,
રાજર્ષિ રુપે તું વૈભવ વહાવજે,
દેવર્ષિ થઇ સૌનાં દિલને હલાવજે …મનડું
ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે !