ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે
રહે જનમો જનમ તારો સાથ, પ્રભુજી એવું માગુ રે
તારું મુખરૂં મનોહર હું જોયા કરું
રાત દિવસ ભજન તારું કર્યા કરું
રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ રે..….
મારી આશા નિરાશા કરશો નહીં
મારા અવગુણ હૈયામાં ધરશો નહીં
શ્વાસે શ્વાસે રટુ તારું નામ, પ્રભુજી એવું માંગુ રે
મારા પાપને તાપ સમાવી લેજો
તારા બાળકને દાસ બનાવી લેજો
દેજો આવીને દર્શનના દાન, પ્રભુજી એવું માંગુ રે
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે