આટલો સંદેશો મારા સદગુરુને કહેજો સેવકના રુદિયામાં રહેજો…સંદેશો
સેવાને સ્મરણ અમે કોનાં રે કરીએ, તેનો આદેશ અમને દેજો…સંદેશો
કાયાનું દેવળ અમને લાગે છે કાચું, તેની ભલામણ અમને દેજો…સંદેશો
કાયા પડશે ને હંસો કયાં જઈ સમાશે, તે ઘર બતાવી અમને દેજો…સંદેશો
બ્રહ્મ સ્વરૂપ મારી નજરમાં ના’વે, દર્શન દીદાર અમન દેજો…સંદેશો
બેઉ કરજોડી દાસ અંબારામ કહે છે સેવકને શરણમાં લેજો…સંદેશો