મનને મહેતાજી કરી કામે લગાડજો… આ જિંદગી
આજ સુધી જીવ્યા છો કેટલું કેવું
કેટલી કમાણી કરી કેટલું છે દેવું
કાઢી સરવૈયું કોઇ સંતને બતાવજો… આ જિંદગી
કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી
કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી
પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો… આ જિંદગી
જમા ઉધાર તણો કાઢજો તફાવત
કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ
એક-એક પાનું ચિંતનથી ચકાસજો… આ જિંદગી
કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા
માળાના મણકામાં માધવને માપ્યા
તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો… આ જિંદગી
ગીતાની વાત કહો કેટલી પચાવી
કેટલી કુટેવ કાઢી કેટલી બચાવી
સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો… આ જિંદગી
ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાચજો
એક એક ગામડે ગીતાને પહોંચાડજો
કામ કરી દાદાના દિલને હલાવજો… આ જિંદગી